તારાપુર પોલીસે સજા પામેલા ફરાર આરોપીને ઝડપ્યો:ખેડા ફેમિલી કોર્ટે 11 માસ 24 દિવસની સજા ફટકારી હતી

Gujarat6/8/2026, 4:18:38 PM
તારાપુર પોલીસે સજા પામેલા ફરાર આરોપીને ઝડપ્યો:ખેડા ફેમિલી કોર્ટે 11 માસ 24 દિવસની સજા ફટકારી હતી
તારાપુર પોલીસે ખેડા ફેમિલી કોર્ટ દ્વારા સજા પામેલા એક ફરાર આરોપી સાજીદખાન અમીરખાન ખલીફાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. આરોપી 11 મહિના અને 24 દિવસની સાદી કેદની સજાથી બચવા માટે લાંબા સમયથી નાસતો ફરતો હતો. અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણી દ્વારા નાસતા-ફરતા આરોપીઓને શોધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ખંભાત વિભાગના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ તારાપુર પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી. ગોહિલ અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપી સાજીદખાન ખલીફા (રહે. ખડા, બોડીયામાનો ચોક, તા. તારાપુર, જી. આણંદ) પોતાના ખડા ગામે ઘરે આવવાનો છે અને ગામના પાટિયા પાસે ઉભો છે. આ બાતમીના આધારે તારાપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને સ્થળ પરથી ઝડપી લીધો હતો અને તેને જેલ હવાલે કર્યો હતો.
Read Original Article →