આણંદ પોલીસે 2 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલ્યો:તારાપુરનો શખ્સ ચોરીના વાહન સાથે ઝડપાયો
આણંદ શહેરમાં વાહન ચોરીના વધતા બનાવોને રોકવા માટે ટાઉન પોલીસ સક્રિય બની હતી. પોલીસે સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે અલગ-અલગ એક્ટિવા ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ શાખાની મદદ લીધી હતી. આ તપાસ દરમિયાન પો.કો. તીર્થરાજસિંહ અને રૂદ્રપાલસિંહને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે તારાપુરના મહિયારીના મોટાભાગ ખાતે રહેતા રામદેવસિંહ લાલુભા ચૌહાણને ચોરીના બે એક્ટિવા વાહન સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આ બંને વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે હોન્ડા એક્ટિવા (GJ-23-DR-3001), જેની અંદાજિત કિંમત ₹63,000/- છે, અને બીજી હોન્ડા એક્ટિવા (GJ-23-BN-7925), જેની અંદાજિત કિંમત ₹35,000/- છે, તે જપ્ત કરી છે. આ કામગીરીથી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે મહત્વના વાહન ચોરીના ગુનાઓ ઉકેલાઈ ગયા છે. આ બંને ગુનાઓ બી.એન.એસ.ની કલમ 303 (2) મુજબ નોંધાયેલા હતા. આ સફળ ઓપરેશનમાં પી.આઈ. વી.ડી. ઝાલા, પી.આઈ. એન. બી. ડોડિયા, દક્ષેશકુમાર, જયદીપસિંહ, તીર્થરાજસિંહ, ઇન્દ્રજીતસિંહ, રૂદ્રપાલસિંહ સહિતના જવાનો જોડાયા હતા.
Read Original Article →