મારી નાખવાની ધમકી:અમરેલીમાં પ્રેમ સંબંધની શંકાએ યુવાન પર તલવાર વડે હુમલો
અમરેલી બહારપરા, ધાચીવાડ વિસ્તારમાં રહેતા સીરાજભાઇ જમાલભાઇ ચાવડા (ઉ.વ.40) પોતાના બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે ચાર શખ્સોએ રસ્તામાં અટકાવી હુમલો કર્યો હતો. સોહિલ ઉર્ફે સચી ઇબ્રાહીમભાઇ રાઠોડ પોતાની પત્ની અને સિરાજભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખતો હતો. આ શંકાના આધારે સલીમ રાઠોડ, સીરાજ રાઠોડ સહિત અન્ય ત્રણ શખ્સો સાથે મળી પાઇપ વડે માર માર્યો હતો તેમજ સોહિલ રાઠોડે તલવાર વડે હુમલો કર્યો હતો. અને બાદમાં અન્ય ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે શરીર પર આડેધડ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન સિરાજભાઈને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. હુમલામાં તેઓને શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે અમરેલી પોલીસે હુમલો કરનાર સોહિલ ઉર્ફે સચી ઇબ્રાહીમભાઇ રાઠોડ, સલીમ ઇબ્રાહીમભાઇ રાઠોડ, સીરાજ ઇબ્રાહીમભાઇ રાઠોડ, અજમલ અસરફભાઇ રાઠોડ સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →