અદાવત:ધારીના પરબડી પાટીયા પાસે મહિલા સાથે મિત્રતાને લઈ યુવક પર હુમલો

Gujarat5/16/2026, 12:00:00 AM
ધારી તાલુકાના પરબડી ગામના પાટીયા પાસે ગુરુવારે બપોરે જૂના મિત્રતના સંબંધની અદાવતમાં યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. ધારીના પરબડી ગામે રહેતા અને પાન-માવાનો વેપાર કરતા મહેશભાઇ જયંતીભાઇ માઢક (ઉ.વ.28)એ ફરિયાદ નોંધાવી હતી કે, ચંદ્રિકાબેન તેઓને છેટાવા મામાની દીકરી થતા અગાઉ તેમની સાથે મિત્રતાનો સંબંધ હતો. આ બાબતની જાણ યુવતીના પતિ મેહુલભાઇને થતાં અગાઉ પણ બંને વચ્ચે ગાળાગાળી અને બોલાચાલી થઈ હતી. જે વાતનું મનદુઃખ રાખી ગઈ કાલે મેહુલ તથા તેના સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ પરબડી ગામના પાટીયાથી ચલાલા તરફ જતા રસ્તા પર તેઓને અટકાવી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ મેહુલ તથા અન્ય બે શખ્સોએ ઢીકાપાટુનો મુઢ માર મારી સામાન્ય ઇજા પહોંચાડી હતી. આ અંગે ચલાલા પોલીસે મેહુલ મહેતા અને બે અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →