આત્મહત્યા:સાવરકુંડલામાં મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
સાવરકુંડલા શહેરના જેસર રોડ પર આવેલી ગીતાંજલી સોસાયટી વિસ્તારમાં એક મહિલાએ દીકરીની સગાઈ નહીં થતી હોવાથી તણાવમાં આવી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. સાવરકુંડલાના જેસર રોડ પર આવેલી ગીતાંજલી સોસાયટીમાં રહેતા અનસુયાબેન મુકેશભાઈ પાચાણી (ઉ.વ.45) છેલ્લા બે વર્ષથી દીકરીની સગાઈ નહીં થતા તેઓ તણાવ અનુભવતા હતા. આ તણાવને કારણે તેમણે ગઈ કાલે સવારે 10:30 પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. જે અંગે તેમના પતિ મુકેશભાઈ બાઘુભાઈ પાચાણી (ઉ.વ.45) દ્વારા જાણ કરવામાં આવતા સાવરકુંડલા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.
Read Original Article →