પારિવારિક તણાવનો દુ:ખદ અંત:અમરેલીમાં માલવણમાં દાદરા પરથી પડી જતા મહિલાનું મોત

Gujarat4/6/2026, 12:00:00 AM
અમરેલીના માલવણ ગામે 58 વર્ષીય મહિલાનું શંકાસ્પદ રીતે દાદરા પરથી પડી જતાં મોત નીપજ્યું છે. આ બનાવથી ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. માલવણમાં રહેતા વિક્રમભાઈ નાજાભાઈ છૈયાએ તાલુકા પોલીસમાં જણાવ્યું હતું કે રામુબેન ઉર્ફે રામબાઇબેન નાજાભાઇ છૈયા(ઉ.વ.58) તેના ઘરે દાદરા ઉપરથી નીચે પડી જતા ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા. તેના નાના દીકરાએ અગાઉ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે રામુબેન છેલ્લા થોડા સમયથી ચિંતામાં રહેતા હતા. વાડી સંબંધિત હક્ક બાબતે થયેલી બોલાચાલી બાદ પણ તેઓ ચિંતિત રહેતા હતા. રામુબેન દાદરા ઉપરથી ઠેકડો મારી આત્મહત્યા કરી કે અકસ્માતે પડી ગયા તે સ્પષ્ટતા થઈ શકી નથી. આ મામલે ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે વિક્રમભાઇ નાજાભાઇ છૈયાએ પોલીસને જાણ કરીી હતી.
Read Original Article →