ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભર ઉનાળે રિપેરીંગ કામ માટે વડિયા ડેમ ખાલી કરવા નદીમાં પાણીને છોડી દેવાયું
એક તો અમરેલી જિલ્લામાં જળાશયોની સંખ્યા મર્યાદીત છે અને તેમાં પણ હાલમાં ઉનાળાના સમયમાં ડેમમોમાં પાણીનો જથ્થો ઓછો છે. તેવા સમયે વડીયાના સુરવો ડેમમાંથી તંત્રએ પાણી છોડવાનું શરૂ કર્યું છે. આ ડેમની મરામત કરવાની હોય તંત્ર દ્વારા ડેમ ખાલી કરવાનો નિર્ણય કરાયો છે અને અહીં તબક્કાવાર પાણી છોડવામાં આવશે. વડીયાના પાદરમાં આવેલ સુરવો ડેમમાં હાલમાં 8 ફૂટ જેટલું પાણી ભરેલું છે. તંત્ર દ્વારા ચોમાસુ બેસે તે પહેલા ઉનાળાના સમયમાં ડેમની મરામત કરવાનો નીર્ણય કરાયો છે. જેના કારણે ડેમ ખાલી કરવો પડે તેમ છે. ડેમમાં હાલમાં 55 એમસીએફટી પાણી ભરેલું છે. ડેમની મરામત કરવા માટે પાણીનો આ જથ્થો નદીમાં છોડી દેવા માટેનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે સિંચાઈ વિભાગ દ્વારા આજે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. સિંચાઈ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ડેમમાં ભરેલું આ 55 એમસીએફટી પાણી તબક્કાવાર નદીમાં છોડવામાં આવશે અને પાણી છોડાયા બાદ જરૂરી મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન નદીમાં સતત પાણી છોડવામાં આવશે. આમ પણ આ ડેમની પાણીની સંગ્રહ સમક્ષા ઓછી છે. છતાં ડેમના કારણે વડીયાના ભૂતલ સાજા રહે છે. જેથી ઉનાળામાં પાણીની તકલીફ ઓછી રહે છે. પણ આ ડેમ ખાલી કરાયા બાદ વડીયાના ભૂરાલી પણ ઝડપથી નીચા જશે. ઉનાળાના સમયમાં સુરવો નદીનો પટ્ટ તદન ખાલીખમ રહે છે. જો કે આજે ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના પટ્ટમાંથી પાણી વહેતું થયું હતું. આજે અચાનક નદીમાં પાણી વહેતું થતા સ્થાનિક લોકો અને ખેડૂતો અચંબામાં મુકાયા હતા. જો કે વહિવટી તંત્ર દ્વારા ખેડૂતોને અફવાથી દૂર રહેવા તથા હેઠવાસના ગામોના લોકોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા તાકીદ કરાય છે. આ ગામને સાવચેત કરાયા
ડેમમાંથી નદીના પટ્ટમાં પાણી છોડાતુ હોવાથી વહિવટી તંત્ર દ્વારા હેઠવાસના વડીયા શહેર ઉપરાંત ચારણીયા, સમઢીયાળા, થાણાગાલોલ વિગેર ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરાય છે. અગાઉ રાયડી ડેમનું પાણી પણ આવા જ કારણે છોડાયું હતું
અમરેલી જિલ્લામાં અગાઉ પણ મારમત કામ માટે જળાશયોના પાણી ખાલી કરાયા હતા. અગાઉ રાયડી અને સુરજવડી ડેમની મરામત માટે ડેમના પાણી ખાલી કરવામાં આવ્યા હતા. બે વર્ષ અગાઉ નવા દરવાજા નાખવા માટે ખોડિયાર ડેમ પણ ખાલી કરાયો હતો. ગત વર્ષે રિપેરીંગકામ અધુરૂ રહ્યું હતું
આ વડીયા ડેમમાં ગત વર્ષે પણ મરામતનીથોડી કામગીરી કરવામાં આવી હતી. જો કેતે સમયે કામગીરી પૂર્ણ થઈ ન હતી. જેથીતંત્ર દ્વારા ચાલુ વર્ષે ઉનાળામાં આ કામગીરીઆગળ ધપાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.
Read Original Article →