ખેતરોમાં ફરતા સિંહોના વીડિયો વાયરલ:ધારીના રામપરા ગામની સીમમાં 6 સિંહોનું ટોળું દેખાતા ગ્રામજનોમાં ભય

Gujarat4/8/2026, 12:00:00 AM
ખેતરોમાં ફરતા સિંહોના વીડિયો વાયરલ:ધારીના રામપરા ગામની સીમમાં 6 સિંહોનું ટોળું દેખાતા ગ્રામજનોમાં ભય
ધારી તાલુકાના રામપરા ગામની સીમ વિસ્તારમાં આશરે છ સિંહોનું ટોળું નજરે પડતાં સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. સિંહો ગામની આસપાસના ખેતરોમાં નિર્ભય રીતે ફરી રહ્યા હોવાના દૃશ્યો ગામલોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા, જે બાદ સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. ધારી તાલુકાના રામપર ગામની ખેતી વિસ્તાર અને આસપાસના ખાલી મેદાનોમાં સિંહનું ટોળું નિરાંતે ફરી રહ્યું હતું. અચાનક આ સિંહો ગામલોકોની નજરમાં આવતા ભય ફેલાયો હતો. કેટલાક લોકોએ દૂરથી સિંહોના વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં શેર કરતાં આ ઘટના ઝડપથી ચર્ચામાં આવી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હજુ સુધી કોઈ જાનહાનિ કે પશુહાનિ થયાની માહિતી સામે આવી નથી. વનવિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ કરતા હોવાના દાવા વચ્ચે વારંવાર સિંહોના રેવન્યુ વિસ્તારમાં આવી જવાથી આ અંતરિયાળ ગામડાઓના સીમ વિસ્તારમાં લોકો ભય તળે જીવવા મજબૂર બન્યા છે, વનવિગાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થવા પણ સ્વભાવિક છે. પેટ્રોલિંગ માત્ર કાગળ પરજ થતું હોય તેવું પણ લાગી રહ્યું છે. અવાર નવાર બનતી આવી ઘટનાઓ સામે વનવિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ વધારવા લોકોએ માંગ કરી છે. આ અંગે વનવિભાગ દ્વારા લોકોને સુરક્ષિત અને સતર્ક રહેવા સૂચના આપી છે.
Read Original Article →