ઠપકો આપવા જતા ધમકી આપી:ઝાડ કાપવાના મુદ્દે ખેડૂત સહિત બેને માર માર્યો

Gujarat5/23/2026, 12:00:00 AM
વડિયાના જીથુડી ગામે બાવળનું ઝાડ કાપવાની બાબતે ઠપકો આપતા બે વ્યક્તિને મારમારી ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. વડિયાના જીથુડી ગામે ગઈ કાલે સવારે અંદાજે 6:30 વાગ્યાના સમય દરમિયાન અમરૂભાઇ બાવભાઇ ડેરના ખેતરમાંથી દડુ નામના શખ્સે બાવળનું ઝાડ કાપી નાખ્યું હતું. આ બાબતે ઠપકો આપતાં તેણે માઠું લાગ્યું હતું. જેના મનદુઃખને લઈ દડુ ખાચર અને અને રોહિત ખાચર બંનેએ ઉશ્કેરાઈ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. બંનેએ અમરૂભાઇ અને તેમના સાથીને શરીરે ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. વડિયા પોલીસે દડુ ડેર અને રોહીત ભીખુભાઇ ડેર વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →