ફરિયાદ નોંધાઈ:મુંજાણીયા ગામે જૂના મનદુઃખને લઈ બે પક્ષે મારામારી, સામસામી 4 સામે રાવ
ધારીના મુંજાણીયા ગામે જૂના મનદુઃખને લઈને બે પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. બનાવ અંગે બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવાઈ છે. મુંજાણીયા ગામે રહેતા ખેડૂત શામજીભાઈ દેવશીભાઈ બાંભરોલીયા (ઉ.વ. 70)ના દીકરા અગાઉ એક કેસમાં સાક્ષી રહ્યા હોવાથી તે બાબતનું મનદુઃખ રાખી ગત 13 મે,ના રોજ વહેલી સવારે આશરે સાડા છ વાગ્યાના સમયે આરોપી સુરેશ માલાણી અને અનિરૂદ્ધ વાળાએ તેમને ગાળો આપી હતી. ત્યારબાદ ગાલ પર લાફા મારી ઢીકાપાટુનો માર મારી, મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પણ આપી છે. તો સામા પક્ષે સુરેશભાઈ ગોકળભાઈ માલાણી (ઉ.વ.54) એક વ્યક્તિ સાથે મુંજાણીયા ગામે પંચાયતના બોરના કામ પાસે બેઠા હતા ત્યારે શામજી બાંભરોલીયા અને અશ્વીન બાંભરોલીયા બાઇક લઈને ત્યાંથી પસાર થતા હતા. તે સમયે રસ્તો રોકીને કેમ બેઠા છો તેમ કહી બંને શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી, મારી નાખવાની ધમકી આપી હોય જે અંગે ધારી પોલીસે સુરેશ ગોકળભાઇ માલાણી, અનિરૂધ્ધ અમકુભાઇ વાળા, શામજી દેવશીભાઇ બાંભરોલીયા અને અશ્વીન દેવશીભાઇ બાંભરોલીયા વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →