અકસ્માત:ધારી બાયપાસ પર કારની ટક્કરે બાઇક ચાલક સહિત બે ઇજાગ્રસ્ત

Gujarat5/15/2026, 12:00:00 AM
ધારી બાયપાસ ખાતે ખોડીયાર મંદિરના પાટીયા પાસે આવેલ હોટલ આગળ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા કારચાલકે રોંગ સાઇડમાં પુરઝડપે કાર હંકારી બાઈકને ટક્કર મારતા વૃધ્ધ સહિત બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું હતો. આ અંગે મળતી વિગત મુજબ, ધારીના ચલાલા પંચવટી સોસાયટીમાં રહેતા અને શાકભાજી લે-વેચનો વેપાર કરતા પ્રાગજીભાઇ નનુભાઇ સાપરીયા (ઉ.વ.65) ગત 9 મેના રોજ સવારે 10 વાગ્યે પોતાના કૌટુંબીકના હવાલાવાળું GJ-14-BF-1144 નંબરનું બાઇક લઈને ધારીથી ચલાલા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ધારી બાયપાસ પાસે હોટલ નજીક પહોંચતા સામેથી આવી રહેલી એક અજાણી કારના ચાલકે ગફલતભરી અને જોખમી રીતે રોંગ સાઇડમાં કાર ચલાવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રાગજીભાઇને માથા, પગ અને હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી. જયારે અન્ય વ્યક્તિને બંને પગ અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ કારચાલક વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા ધારી પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →