કાર્યવાહી:થોરડીમાં પરવાનગી વગરનો‎ લાકડાથી ભરેલો ટ્રક ઝડપાયો

Gujarat5/22/2026, 12:00:00 AM
કાર્યવાહી:થોરડીમાં પરવાનગી વગરનો‎ લાકડાથી ભરેલો ટ્રક ઝડપાયો
ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતા સાવરકુંડલા રેંજના મીતીયાળા રાઉન્ડ વિસ્તારમાં વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરફેર સામે કાર્યવાહી હાથ ધરી હતી. થોરડી રેવન્યુ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગની ટીમે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાંથી લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન અધિકારીઓએ ટ્રક ચાલક પાસે લાકડાની કાયદેસરની વાહતુક માટે જરૂરી પરવાનગી તથા દસ્તાવેજોની માંગણી કરતાં કોઈ માન્ય પરવાનગી રજૂ કરી શકાઈ ન હતી. જેના પગલે વન વિભાગે ટ્રક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ સમગ્ર મામલે વન વિભાગે ટ્રક માલિક પાસેથી 20 હજારનો દંડ વસૂલ કર્યો હતો. સાથે જ ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ છે.
Read Original Article →