આડેધડ પાર્કિંગ, લારીઓથી ટ્રાફિકની સમસ્યા:અમરેલીમાં બેફામ બનેલા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવા માંગ

Gujarat5/19/2026, 12:00:00 AM
અમરેલીમાં શહેરમાં ઓટો રીક્ષા ચાલકો બેફામ બની રહ્યા છે. ઓવરસ્પીડમાં ચલાવી રહ્યા છે. રાહદારીઓ, નાના વાહન ચાલકોને હડફેટે લઈ રહ્યા છે. અમરેલીમાં માર્કેટીંગ યાર્ડ રોડ, શાકમાર્કેટ રોડ, લાઈબ્રેરી રોડ, સ્ટેશન રોડ, ભીડ ભજન, કેરીયા રોડ સહિતના જુદા જુદા માર્ગો પર આડેધડ વાહન પાર્કિંગ અને ઓટો રીક્ષા ખડકી દેવામાં આવે છે. ઉપરાંત લારીઓ લાંગરી દેવામાં આવે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. પોલીસ તંત્ર ઓટો રીક્ષા ચાલક સામે ક્યારે કાર્યવાહી કરશે તેના પર સવાલો ઉઠી રહ્યા છે. બેફામ દોડતા ઓટો રીક્ષા ચાલકો સામે પોલીસે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરે તેવી લોકોમાં માંગણી ઉઠી છે. આ ઉપરાંત અમરેલીમાં ગમે ત્યાર લારીઓ ખડકી દેવામાં આવે છે. પરંતુ કોઈ પુછવાવાળુ નથી. તેમજ ઓટો રીક્ષા હોય કે અન્ય વાહનો રસ્તા પર ઉભા રાખી દેવામાં આવે છે. ત્યારે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ તે જરૂરી છે.
Read Original Article →