તણાવ:ટોડા ગામે પત્નીને ફેસબુક આઈડી પર દિલનું ઇમોજી મોકલતા યુવકને માર્યો

Gujarat5/21/2026, 12:00:00 AM
લાઠીના ટોડા ગામે સોશિયલ મીડિયા પર મહિલા અંગે કરાયેલા મેસેજને લઈને બે પક્ષ વચ્ચે તણાવ સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્નીની ફેસબુક આઈડી પર અપમાનજનક મેસેજ અને દિલનું ઇમોજી મોકલતા ઠપકો આપતા છ શખ્સોએ યુવાનને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. લાઠીના ટોડા ગામે રહેતા અને મજૂરી કામ કરતા મેહુલભાઈ નાથાભાઈ ઝાપડીયા પોતાની પાન-માવાની દુકાને બેઠા હતા, ત્યારે તેમના ફોનમાં સોશિયલ મીડિયા પર રિકવેસ્ટ આવી હતી. જેમાં તેમની પત્ની સંગીતાબેનની ફેસબુક આઈડી પર મેહુલ ચોહલાએ મેસેજ કરી કેમ ભાભી દોસ્તી કરી, લખી દિલનું ઇમોજી મોકલ્યું હતું. આ મુદ્દે પતિએ પૂછપરછ કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મેહુલ દ્વારા તેના ભાઈઓ અને અન્ય લોકોને બોલાવી લાકડીઓ હાથમાં લઈને ગાળો બોલવા લાગ્યા હતા. દરમિયાન મેહુલના ભાઈઓ આવી જતા મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં તમામ છ શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા. જતા જતા વાડીએ મળીએ ત્યારે જોઈ લઈશું કહી ટાંટિયા ભાગી ભાંગી જશે કહી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે લાઠી પોલીસે મેહુલ નાથાભાઇ ચોહલા, ધુધા નાથાભાઇ ચોહલા, બીજલ નાથાભાઇ ચોહલા, વિક્મ ધુધાભાઇ ચોહલા, વિરજી જેસાભાઇ ચોહલા અને રોનક બીજલભાઇ ચોહલા વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
Read Original Article →