ભરતીનું કામ ચાલે છે ત્યા પ્રવેશી મારણ કર્યું:અમરેલી યાર્ડમાં સાવજ ટોળીનો ભૂંડનો શિકાર
અમરેલીમાં ગઈ રાત્રે સાવરકુંડલા રોડ પર આવેલ યાર્ડમાં એક વિભાગમાં ઘુસી સાવજ ટોળીએ એક ભૂંડનો શિકાર કર્યો હતો. મારણની આ ઘટના સાવરકુંડલા રોડ પર આવેલા નવા માર્કેટીંગ યાર્ડમાં જે વિભાગમાં હાલમાં પુરાણનું કામ કરવામાં આવી રહ્યું છે. તે વિસ્તારમાં બની હતી. અહીં મધરાતે ચાર સાવજો શિકારની શોધમાં આવી ચડ્યા હતા. આ વિસ્તારમાં એક જંગલી ભૂંડ આવ્યું હોય સાવજ ટોળી તેના પર તુટી પડી હતી અને મધરાતે જ તેનું મારણ કર્યું હતું. તે સમયે આ વિસ્તારમાં લોકોની હાજરી પણ હતી.
Read Original Article →