ચોરીના કિસ્સામાં ફરાર આરોપી ઝડપાયો:અમરેલી એલસીબીનું મધ્યપ્રદેશમાં ઓપરેશન 7 ચોરીમાં ફરાર શખ્સ અલીરાજપુરથી ઝડપાયો

Gujarat4/11/2026, 12:00:00 AM
ચોરીના કિસ્સામાં ફરાર આરોપી ઝડપાયો:અમરેલી એલસીબીનું મધ્યપ્રદેશમાં ઓપરેશન 7 ચોરીમાં ફરાર શખ્સ અલીરાજપુરથી ઝડપાયો
નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા શરૂ કરાયેલ ખાસ ડ્રાઇવ દરમિયાન અમરેલી એલસીબી ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અમરેલી, રાજકોટ , જુનાગઢ તેમજ મધ્યપ્રદેશના ઇન્દોર સહિત શહેરોમાં મળી કુલ 7 ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસતો આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડી કદવાલ ગામનો રહેવાસી બળવંત ગુલાબસિંહ બધેલ (ઉ.વ.35) સાવરકુંડલા રૂરલ, રાજકોટ શહેરના આજીડેમ અને બી ડિવિઝન, જુનાગઢના વંથલી તેમજ ઇન્દોરના કનાડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં નાસતો ફરતો હતો. આ શખ્સ પહેલા મોટરસાયકલ ચોરી કરીને રાત્રિના સમયે શહેરો અને ગામોની સોસાયટીઓમાં ફરી બંધ મકાનોની રેકી કરતો હતો. બાદમાં લોખંડના કટર જેવા સાધનો વડે તાળા તોડી ઘરફોડ ચોરી કરીને દિવસ દરમિયાન નજીકના વાડી વિસ્તારમાં છુપાઈ રહેતો હતો. તપાસ દરમિયાન મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બડી કદવાલ ગામેથી બળવંત ગુલાબસિંહ બધેલને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →