આસપાસના ખેડૂતોને સિંચાઇમાં લાભ મળશે:રાભડા ગામે તળાવનું રિસ્ટોરેશન થશે
લાઠી તાલુકાના રાભડા ગામે ખેડૂતોને સિંચાઇ માટે વધુ સુવિધા મળે અને પાણી સંગ્રહ ક્ષમતા વધે તે હેતુથી તળાવ રીસ્ટોરેશન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્થાનિક ઘારાસભ્યના હસ્તે રૂપિયા 34.51 લાખના ખર્ચે હાથ ધરાનાર આ વિકાસકાર્યનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લાઠીના રભડા ગામે તળાવના રીસ્ટોરેશનનું ખાત મુહૂર્ત આજે સ્થાનિક ઘારાસભ્ય જનકભાઈ તળાવીયાએ કરી આ કામને આગળ ધપાવ્યું હતું. તળાવના રીસ્ટોરેશનથી ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળશે, જેના કારણે ખેતી ઉત્પાદન વધશે અને ખેડૂતોને સીધો લાભ મળશે. તળાવનું કામ પૂર્ણ થયા બાદ વિસ્તારમાં પાણી સંગ્રહ ક્ષમતા વધશે તેમજ ભૂગર્ભ જળસ્તર સુધારવામાં પણ મદદરૂપ બનશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા ભાજપના હોદેદારો, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, સરપંચશ્રી, આગેવાનો, ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →