ભાસ્કર એક્સક્લુઝિવ:સલમાનખાને જે ઘોડી 65 લાખમાં ખરીદી, જે ઘોડો 10 કરોડમાં વેચાયો તેની વછેરી 36 લાખમાં વેચાઈ
65 ઇંચની ઊંચાઈ ધરાવતી દેવ પગલી ઘોડી હાલમાં બાબરિયા વાડ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. દેવ બ્રીડ લાઈનની આ ઘોડી રાજસ્થાનથી ખરીદવામાં આવી છે. 36 લાખમાં ખરીદાયેલી આ ઘોડી હાલમાં તેના માલિક 51 લાખમાં પણ વેચવા તૈયાર નથી. જ્યારે આ ઘોડીની માતાને ફિલ્મ સ્ટાર સલમાનખાને 65 લાખમાં ખરીદી હતી. તો દેવ બ્રીડની આ ઘોડીના પિતા જે રાજસ્થાનમાંથી 10 કરોડમાં વેચાયો છે. ને હાલ અમદાવાદ છે. ત્યારે બાબરીયાવાડના ઘોડાના શોખીને આ બન્નેના સંતાન એવી ઘોડીને 36, 66, 666માં ખરીદી હતી. આ ઘોડી આજે 51 લાખમાં પણ તેઓ વેચવા તૈયાર નથી આ ‘દેવપગલી’ ઘોડી આકર્ષણનું કેન્દ્ર બની છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લૂણસાપૂર ગામમાં રહેતા કાઠી દરબાર ભગુભાઈ માત્રાભાઈ કોટીલા ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. તેઓ પાસે 300થી વધુ વીઘા જમીન છે અને ઘોડા ઉછેરવાનો પણ ખાસ શોખ ધરાવે છે. હાલમાં તેમની પાસે બે કિંમતી ઘોડીઓ છે, જેમાં ‘દેવપગલી’ સૌથી વિશેષ માનવામાં આવે છે દેવપગલી પોતાની અનોખી કદાવર કાયા, ઉત્તમ વંશપરંપરા અને શાંત સ્વભાવના કારણે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. ''દેવપગલી'' ઘોડીની ખાસિયત તેની વિશાળ કાયા છે. ઘોડીની ઊંચાઈ 65 ઇંચથી વધુ અને લંબાઈ 8 ફૂટથી વધુ છે. ‘દેવ’ બ્રિડ લાઇનની હોવાથી તેનું શરીર બંધાણું ખૂબ જ આકર્ષક છે. આ માત્ર ઘોડી નથી, કાઠિયાવાડની શાન છે
અમરેલી જિલ્લામાં ઘોડા ઉછેરવાની પરંપરા લાંબા સમયથી જોવા મળે છે, પરંતુ ‘દેવપગલી’ જેવી ઉચ્ચ કુળની ઘોડી તેની ઊંચાઈ, લંબાઈ, વંશપરંપરા અને સંભાળને કારણે ચર્ચાનો વિષય બની છે. તે માત્ર ઘોડી નથી પણ કાઠીયાવાડની શાન છે. આ કિંમતી ઘોડીની સંભાળ માટે ખાસ એક વ્યક્તિ રાખવામાં આવ્યો છે, જેને દર મહિને આશરે 25 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે. > ભગુભાઈ કોટીલા, ઘોડીના માલિક આ ઘોડીને હાલમાં ત્રણ માસનું બચ્ચું પણ છે
ખાસ વાત એ છે કે જ્યારે આ ઘોડી ખરીદવામાં આવી હતી ત્યારે તે ગર્ભવતી હતી. હાલમાં તેને ત્રણ મહિનાનું બચ્ચું પણ છે. ઉત્તમ વંશપરંપરા અને સુંદર કાયા ધરાવતા આ વછેરાને લઈને પણ ઘોડાપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
Read Original Article →