પરિવારજનોમાં ચિંતા ફેલાઈ:રાજુલામાં શિક્ષક પતિ ગુમ ફોન ઘરે મૂકીને જતા રહ્યાં

Gujarat4/7/2026, 12:00:00 AM
રાજુલામાં શિક્ષક રહસ્યમય રીતે ગુમ થયાનો બનાવ સામે આવ્યો છે. રાજુલાના શિવધારા એપાર્ટમેન્ટ ખાતે રહેતા એક શિક્ષક પોતાના મોબાઇલ ફોન ઘરે મૂકીને ક્યાંક જતાં રહ્યા હોવાને કારણે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. મૂળ જામજોધપુર તાલુકાના વેરાડ ગામના રહેવાસી અને હાલ રાજુલા ભેરાઈ રોડ પર રહેતા વિજયભાઈ ભીખુભાઈ જોટગીંયા (ઉ.વ.42) વ્યવસાયે શિક્ષક છે. તેમની પત્ની સુમીતાબેન વિજયકુમાર જોટગીંયા (ઉ.વ.45) પણ શિક્ષિકા હોય તેથી હાલ પેપર ચેકિંગની કામગીરી માટે ધારી મુકામે હતા. ત્યારે તેમના પતિ વિજયભાઈ રાજુલા સ્થિત નિવાસસ્થાને એકલા હતા. તા.૦3 એપ્રિલના રોજ સવારે અંદાજે સાડા દસ વાગ્યાની આસપાસ સુમીતાબેનની તેમના પતિ સાથે ફોન પર વાતચીત થઈ હતી. ત્યારબાદથી વિજયભાઈ પોતાનો મોબાઇલ ફોન ઘરે મૂકી કોઈને કંઈ જાણ કર્યા વગર પહેરેલા કપડાંમાં જ ક્યાંક જતા રહ્યા છે. આ અંગે રાજુલા પોલીસને જાણ કરાતાતપાસ શરૂ કરી છે.
Read Original Article →