નાપાસ નહીં, નવી તક:જિલ્લાભરમાં પૂરક પરીક્ષા માટે વિશેષ કોચિંગ વર્ગો શરૂ થયા

Gujarat5/17/2026, 12:00:00 AM
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2026ની પરીક્ષામાં અનૂતર્ણ થયેલા વિદ્યાર્થીઓને ફરી આત્મવિશ્વાસ સાથે આગળ વધારવા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ ઉપચારાત્મક શિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડાયેલા રાખવાનો તેમજ આવનારી જૂન-2026ની પૂરક પરીક્ષામાં સફળતા મેળવવામાં સહાયરૂપ થવાનો છે. વિદ્યાર્થીઓ માટે આ ખાસ કોચિંગ વર્ગો તા. 18 મે થી શરૂ થઈ તા. 6 જૂન સુધી ચાલશે. દરરોજ સવારે 9 થી 11 કલાક દરમિયાન અભ્યાસ અને માર્ગદર્શન આપવામાં આવશે, વિદ્યાર્થીઓની સરળતા અને પહોંચને ધ્યાનમાં રાખીને જિલ્લામાં વિવિધ તાલુકા મથકો પર વર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેન્ટરો પર કોચીંગ વર્ગો શરૂ‎ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને આ માર્ગદર્શન વર્ગોમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Read Original Article →