અમરેલી LCBએ પ્રોહિબિશન ગુનાના આરોપીને પકડ્યો:શિલ્પેશ વાળાને પાસા હેઠળ સુરતની મધ્યસ્થ જેલમાં મોકલાયો

Gujarat6/3/2026, 11:40:11 AM
અમરેલી LCBએ પ્રોહિબિશન ગુનાના આરોપીને પકડ્યો:શિલ્પેશ વાળાને પાસા હેઠળ સુરતની મધ્યસ્થ જેલમાં મોકલાયો
અમરેલી LCBએ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીની પાસા (PASA) હેઠળ અટકાયત કરી છે. આરોપીને સુરતની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી અમરેલી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જિલ્લામાં શરીર, મિલકત અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે પાસા હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત, અમરેલી LCBના PI સી.પી. વાઘેલા દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે મંજૂરી આપી હતી. પાસા હેઠળ અટકાયત કરાયેલા આરોપીનું નામ શિલ્પેશ ઉર્ફે શિલ્પો બાલુભાઈ વાળા (ઉંમર 44 વર્ષ) છે. તે સાવરકુંડલાના કાપેલધાર વિસ્તારનો રહેવાસી છે. પાસા વોરંટની બજવણી બાદ LCB ટીમે તેને સુરતની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો. આ કાર્યવાહી અમરેલી LCBના પીઆઈ સી.પી. વાઘેલાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. ટીમમાં એએસઆઈ યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા, કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયા, મહિલા કોન્સ્ટેબલ દયાબેન જસાણી અને પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ સીસારાનો સમાવેશ થાય છે.
Read Original Article →