આધુનિક ઓડિટોરિયમની સાથે સેલ્ફી પોઈન્ટ સૌથી આકર્ષણનું કેન્દ્ર:ઉનાળાના વેકેશનમાં ધારીના આંબરડી સફારી પાર્કની 16,059 પ્રવાસીઓએ મુલાકાત લીધી

Gujarat6/9/2026, 12:00:00 AM
આધુનિક ઓડિટોરિયમની સાથે સેલ્ફી પોઈન્ટ સૌથી આકર્ષણનું કેન્દ્ર:ઉનાળાના વેકેશનમાં ધારીના આંબરડી સફારી પાર્કની 16,059 પ્રવાસીઓએ મુલાકાત લીધી
ધારી સ્થિત આંબરડી સફારી પાર્કમાં ઉનાળાના વેકેશન દરમિયાન પ્રવાસીઓ અને મુલાકાતીઓનો ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં પાર્કની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રહી હતી. વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એક મહિનામાં કુલ 16,059 પ્રવાસીઓએ આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી હતી, જેમાં 6,973 પુરુષો, 6,146 મહિલાઓ અને 2,940 બાળકોનો સમાવેશ થાય છે. પ્રવાસીઓએ પાર્કમાં ઉપલબ્ધ આધુનિક ઓડિટોરિયમ, આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ, તેમજ વિશાળ પ્રતિમાઓ (સ્ટેચ્યુ) સાથે ફોટોગ્રાફી કરી યાદગાર ક્ષણો માણી હતી. ઉપરાંત પાર્કના કુદરતી સૌંદર્ય અને સુવિધાઓએ મુલાકાતીઓને વિશેષ આકર્ષ્યા હતા. આંબરડી સફારી પાર્ક ખાતે પરિવાર સાથે મનોરંજન, પ્રકૃતિનો આનંદ અને ફોટોગ્રાફી માટે ઉત્તમ વાતાવરણ ઉપલબ્ધ હોવાથી ઉનાળાના વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટ્યા હતા. વન વિભાગ દ્વારા મુલાકાતીઓ માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ પણ સુચારૂ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પ્રવાસીઓમાં બાજુમાં આવેલુ ગળધરા ખોડીયાર મંદિર અને ખોડીયાર ડેમ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.
Read Original Article →