લોકોને જોડાવવા અપીલ:જિલ્લામાં જનગણના 2027 માટે સ્વ-ગણતરીનું અભિયાન તેજ

Gujarat5/21/2026, 12:00:00 AM
ભારત સરકાર દ્વારા હાથ ધરાતી જનગણના-2027 અંતર્ગત ગુજરાતમાં સ્વ-ગણતરી પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ તથા નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલે ઓનલાઇન સ્વ-ગણતરી પૂર્ણ કરી જિલ્લામાં નાગરિકોને આ અભિયાનમાં જોડાવવાની અપીલ કરી છે. નાગરિકો તા. 31 મે સુધી https://se.census.go v.in પોર્ટલ પર જઈ મોબાઇલ અથવા કમ્પ્યુટર દ્વારા સરળતાથી સ્વ-ગણતરી કરી શકશે. આ પ્રક્રિયા ઝડપી, સુરક્ષિત અને દસ્તાવેજ વિનાની છે. સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ નાગરિકોને યુનિક SEID નંબર મળશે. ત્યારબાદ ગણતરીદાર ઘરે મુલાકાતે આવે ત્યારે માત્ર SEID દર્શાવવાથી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકશે. જનગણનાની માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન અને વિકાસકાર્યોમાં થાય છે. તેથી દરેક નાગરિક સાચી અને સંપૂર્ણ માહિતી આપે.
Read Original Article →