તાલુકા પંચાયતની સીટ પર વિજેતા થતા સરપંચ પદ છોડ્યું‎:દેવભૂમિ દેવળીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે રાજીનામું આપ્યું

Gujarat5/26/2026, 12:00:00 AM
તાલુકા પંચાયતની સીટ પર વિજેતા થતા સરપંચ પદ છોડ્યું‎:દેવભૂમિ દેવળીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે રાજીનામું આપ્યું
ભાવનાબેન નાથાલાલ સુખડીયાએ દેવભૂમિ દેવળીયા ગામે પોતાના સરપંચ પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. આ અંગે તેમણે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રાજીનામું સુપરત કર્યું છે. તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાવનાબેન સુખડીયા દેવભૂમિ દેવળીયા બેઠક પરથી સદસ્ય તરીકે ચૂંટાયા છે. નિયમોનુસાર એકસાથે બંને હોદ્દા પર રહી ન શકાય તેમ હોવાથી, તેમણે સ્વેચ્છાએ સરપંચ પદની જવાબદારીમાંથી મુક્ત થઈ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે લોકસેવા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. સરપંચ ભાવનાબેન સુખડીયાએ નિયમોને આધીન રહીને તેઓ સરપંચ પદેથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આગામી દિવસોમાં તાલુકા પંચાયતના સદસ્ય તરીકે લોકોની સેવા કરવાનું પણ કહ્યું હતું.
Read Original Article →