ચીફ ઓફિસરને પત્ર:કુંડલામાં શિવલીલા રેસીડેન્સી વિસ્તારમાં રોડનું કામ શરૂ કરો

Gujarat5/26/2026, 12:00:00 AM
સાવરકુંડલામાં નેસડી રોડ ઉપર આવેલા શિવલીલા રેસીડેન્સી વિસ્તારમાં રોડની હાલત હાલમાં અતિ ગંભીર અને બિસ્માર બની ગઈ છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં રસ્તા ઉપર મોટા પ્રમાણમાં કાદવ અને પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે પ્રભાવિત થાય છે. ગયા ચોમાસા દરમિયાન ટ્રેક્ટર સહિતના વાહનો રસ્તામાં ફસાઈ જવાની અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં ફરી ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે. જો સમયસર રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો ફરીથી ગયા વર્ષની જેમ ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની સંપૂર્ણ શક્યતા છે. સાવરકુંડલાના નેસડી રોડ પર આવેલા શિવલીલા રેસીડેન્સીમાં રહેતા તમામ રહીશો માટે દૈનિક અવરજવર, બાળકોના શિક્ષણ, ઇમરજન્સી સેવા તથા અન્ય જરૂરી કામોમાં મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. વહેલી તકે આ રોડનું કામ શરૂ કરી યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી યુવા અગ્રણી અને એડવોકેટ દેવર્ષી બોરીસાગર દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર ને પત્ર પાઠવી માંગ કરાઈ છે.
Read Original Article →