RTO દ્વારા રોડ સેફ્ટીની પ્રવૃતિ યોજાઈ:અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં 200 ટ્રેક્ટર સહિતના વાહનોને રેડિયમ પટ્ટા લગાવાયા
અમરેલી જિલ્લામાં આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટીની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. જેમાં અમરેલીના માર્કેટિંગ યાર્ડ ખાતે 200 ટ્રેક્ટર સહિતના વાહનોને રેડિયમ પટ્ટા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના તમામ એપીએમસી ખાતે રેડિયમ પટ્ટા લગાવવા અર્થે કેમ્પનું આયોજન કરાયું છે. અમરેલીના એપીએમસી ખાતે 200 ઉપરાંત જેટલા વાહનો જેમ કે ટ્રેકટર, ટ્રેલર, છકડા સહિતના વાહનોને વિનામૂલ્યે સાઈડમાં પીળા તેમજ લાલ રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. જ્યારે ગામડાના રસ્તાઓમાંથી વાહન પસાર થાય છે. ત્યારે ગામડામાં નાના રસ્તાઓમાં લાઈટ આવેલ ન હોય અને ટ્રેલર, છકડો, સનેડામાં પાછળની બાજુએ લાઈટ આવેલ ન હોય પાછળથી વધુ ઝડપથી આવતા વાહનોને આવા વાહનો ન દેખાતા હોય અકસ્માત સર્જાય છે. અકસ્માત અટકાવવા માટે આ કામગીરી કરવામાં આવી હતી.
Read Original Article →