રાજુલામાં 5.218 કિલો ગાંજો ઝડપાયો:SOGએ ગેરેજ પર દરોડો પાડી ₹2.69 લાખનો મુદ્દામાલ ઝડપ્યો, 2ની ધરપકડ
રાજુલા વિસ્તારમાં નશીલા પદાર્થોની વધતી હેરાફેરી અને વેચાણને પગલે પોલીસ એલર્ટ બની છે. અમરેલી સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ (SOG)ની ટીમે રાજુલા શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. ગેરેજમાંથી મળ્યો નશીલા પદાર્થનો જથ્થો SOG ટીમે રાજુલા શહેરના ગુડલક જમ્પર સર્વિસ ગેરેજ ખાતે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ત્યાંથી 5 કિલો 218 ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે નશીલા પદાર્થ ઉપરાંત બે મોબાઈલ ફોન, એક ડિજિટલ વજન કાંટો અને રોકડ રકમ સહિત કુલ ₹2,69,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓ નાજીમશા અહેમદશા પઠાણ (ઉંમર 29, રહે. રાજુલા) ગૌતમકુમાર દિલીપકુમાર ઝા ઉર્ફે પંડિત (ઉંમર 37, હાલ રહે. રાજુલા, મૂળ બિહાર) ઝારખંડનો બિટ્ટુકુમાર વોન્ટેડ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા ઝારખંડના બિટ્ટુકુમાર નામના અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સફળ કામગીરી આ સમગ્ર સફળ કામગીરી અમરેલી SOGના પીઆઈ બી. જી. ઈશરાણી અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →