દુર્ઘટના:ખાંભા તાલુકાના તાલડા ગામે કુવામાં ડૂબી જતા આશાસ્પદ યુવાનનું મોત

Gujarat5/20/2026, 12:00:00 AM
ખાંભા તાલુકાના તાલડા ગામ નજીક હનુમાનપુર રોડ પર આવેલ વાડી વિસ્તારના એક કુવામાં યુવાન ડૂબી જવાની દુર્ઘટના સામે આવતાં વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. ખાંભાના તાલડા ગામ પાસે હનુમાન પરા રોડ પર આવેલી વાડીના એક કૂવામાં એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ મંગળવારે બપોરે અંદાજે 2:40 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક માધ્યમથી કરવામાં આવી હતી. જાણ મળતા જ ફાયર ઓફિસર એચ.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસના ભગવતસિંહ ગોહિલ જગદીશભાઈ ભુરીયા. જયદીપભાઈ ઈસોટિયા કમલેશભાઈ ગિલાતર અને મિલનભાઈ ગાંભવા સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ અનુભવના આધારે કુવામાં ડૂબી ગયેલા વ્યક્તિના મૃતદેહને બહાર કાઢી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો. મૃત્યુ પામનાર યુવાનની ઓળખ દહીડા ગામના રહેવાસી શિવુભાઈ કાળુભાઈ વાળા (ઉ.વ.28) તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે.
Read Original Article →