જાહેરનામું:જિલ્લામાં 28મી સુધી પ્રતિબંધાત્મક આદેશ
જિલ્લામાં બકરી ઈદના તહેવારની ઉજવમીને ધ્યાને લઈને કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું 28 મે સુધી અમલી રહેશે. અમરેલી જિલ્લામાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ વિગેરે વઈને નિકળવા પર પ્રતિબંધ રહેશે. તેમજ રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણ આપવા કે ચાળા પાડવા, નકલ કરવી, ચિત્રો, નિશાનીઓ દેખાડવા નહિ. કોઈ પણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ છે. સભા-સરઘસ હથિયારબંધી રહેશે. જિલ્લામાં સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરી શકાશે નહી.
Read Original Article →