ધારાસભ્ય સાથે આગેવાનો અને અરજદારો પણ ગાંધીનગરમાં મંત્રીઓને મળ્યા‎:રાજુલા હોસ્પિટલમાં સ્ટાફની અછત દૂર કરવા અને આરોગ્ય સુવિધાઓ મજબૂત બનાવવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત

Gujarat6/5/2026, 12:00:00 AM
ધારાસભ્ય સાથે આગેવાનો અને અરજદારો પણ ગાંધીનગરમાં મંત્રીઓને મળ્યા‎:રાજુલા હોસ્પિટલમાં સ્ટાફની અછત દૂર કરવા અને આરોગ્ય સુવિધાઓ મજબૂત બનાવવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત
રાજુલા-જાફરાબાદ વિસ્તારના વિવિધ વિકાસલક્ષી અને લોકહિતના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સ્થાનિક ધારાસભ્ય આગેવાનો અને અરજદારો સાથે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રીઓની રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતા. વિવિધ વિભાગોને લગતી રજૂઆતો દરમિયાન મંત્રીઓએ પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. રાજુલાના કેટલાક પ્રાણપ્રશ્નોને લઈ સ્થાનિક ધારાસભ્ય હિરાભાઈ સોલંકી આગેવાનો અને અરજદારો સાથે ગાંધીનગર ખાતે મંત્રીઓને રૂબરૂ મળી રજૂઆતો કરવા પહોંચી ગયા હતા. ચોમાસા પૂર્વે ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા થતા પ્રશ્નોને ધ્યાનમાં રાખી ખાખબાઈ ગામના રસ્તાના કામને પ્રાથમિકતા આપવા રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય અને સમયસર પૂરતું ખાતર ઉપલબ્ધ રહે તે માટે પણ સંબંધિત વિભાગ સમક્ષ માંગણી કરવામાં આવી હતી. રાજુલા હોસ્પિટલમાં સ્ટાફની અછત દૂર કરવા, આરોગ્ય સુવિધાઓ મજબૂત બનાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓની ભરતી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. માંડણ ગામમાં સોલાર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરવા અને નવી ઉર્જા વ્યવસ્થા વિકસાવવા અંગે ઉર્જા વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ગામના પ્રશ્નો અંગે વિગતવાર માહિતી રજૂ થતાં સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Read Original Article →