પ્રતાપ પર્વ–2026નું ‎ભવ્ય આયોજન કરાયું:અમરેલી ખાતે પુસ્તક પ્રણેતા પ્રતાપ પંડ્યાની 88મી જન્મજયંતિ ઉજવાઇ

Gujarat4/12/2026, 12:00:00 AM
પ્રતાપ પર્વ–2026નું ‎ભવ્ય આયોજન કરાયું:અમરેલી ખાતે પુસ્તક પ્રણેતા પ્રતાપ પંડ્યાની 88મી જન્મજયંતિ ઉજવાઇ
અમરેલી ખાતે ગુજરાત પુસ્તક પરબના પ્રણેતા સ્વ. ડૉ. પ્રતાપભાઇ પંડ્યાની 88મી જન્મજયંતિ નિમિત્તે અમરેલી ખાતે પ્રતાપપર્વ–2026નું ભવ્ય આયોજનની શરૂઆત ટ્રસ્ટી સંચાલક કેતન જોષીએ પૂર્વભૂમિકા રજૂ કરીને કરી હતી. વડોદરાથી સંસ્થાના રમાબેન પ્રતાપભાઇ પંડ્યા ખાસ હાજર રહ્યા હતા. મુખ્ય વક્તા ડૉ. નિમિત ઓઝા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે મંગલ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. મુખ્ય વક્તા ડૉ. નિમિત ઓઝા તથા રમાબેન પંડ્યાનું ટ્રસ્ટીઓ ઉમેશભાઈ જોષી, પરેશ મહેતા, કાશ્મીરાબેન ભટ્ટ અને કાલિન્દી પરીખ સહિત મહેમાનોની શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. પ્રસિદ્ધ લેખક ડૉ. નિમિત ઓઝાએ સાહિત્યથી સ્વસ્થતા સુધી વિષય પર ભારતીય અને વિશ્વ સાહિત્યના સંદર્ભો સાથે વિચારપ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે સ્વ. ડૉ. પ્રતાપભાઇ પંડ્યાના જીવનમંત્ર સાહિત્ય દ્વારા માનવ કલ્યાણને કેન્દ્રમાં રાખીને તેમની સ્મૃતિને વંદન અર્પણ કર્યું હતું. સાહિત્ય ક્ષેત્રે રાજ્યકક્ષાની સિદ્ધિઓ બદલ અમરેલી જિલ્લાના અગ્રણી સાહિત્યકારો ડૉ. કાલિન્દી પરીખ, જાગૃતિ રાજ્યગુરુ અને કેતન જોષીને સંસ્થાના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાવનગરથી પૂર્વ શિક્ષણ નિયામક ડૉ. નલિન પંડિત, શિશુવિહાર ભાવનગરના ડૉ. નાનકભાઈ ભટ્ટ સહિત અમરેલીના ડૉ. ભરતભાઈ કાનાબાર, કવિ ભરત વિંઝુડા, પારુલ ખખ્ખર, વાર્તાકાર ગોરધન ભેસાણીયા, ડૉ. વિનોદ રાવલ, નરેન્દ્રભાઈ ત્રિવેદી અને રાજુભાઈ કામદાર સહિત અનેક અગ્રણી સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ તેમજ પંડ્યા પરિવારના સ્નેહીજનો, બ્રહ્મસમાજના અગ્રણીઓ અને વિવિધ સાહિત્ય સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
Read Original Article →