અકસ્માત થવાની ભીતિ:અમરેલી જિલ્લા કલેકટર કચેરી નજીક‎જ પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર તોડી પડાયા‎

Gujarat4/9/2026, 12:00:00 AM
અકસ્માત થવાની ભીતિ:અમરેલી જિલ્લા કલેકટર કચેરી નજીક‎જ પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર તોડી પડાયા‎
અમરેલી જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. પરંતુ અમરેલી જિલ્લા કલેકટર કચેરી નજીક જ છેલ્લા બે માસથી પ્લાસ્ટિકના સ્પિડબ્રેકર તોડી નાખવામાં આવ્યા છે. અહીં અકસ્માત ઝોન બન્યો છે. અમરેલીમાં મળેલી માર્ગ સલામતી સમિતિની બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ આ ચર્ચાઓ માત્ર બેઠકમાં જ થાય છે. ખરા અર્થમાં પાલન થતું નથી. અમરેલી જિલ્લા કલેકટર કચેરી નજીક રાજમહેલ ગોળાઈમાં છેલ્લા બે માસથી પ્લાસ્ટિકના સ્પિડબ્રેકર તોડી નાખવામાં આવ્યા છે. પરંતુ અહીં નવા લગાવમાં આવ્યા નથી. તેમજ માર્ચ માસ દરમિયાન વિભાગીય નિયામક એસટી દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરો માટે માર્ગ સલામતીના કાયદા સહિતની વિગતો આવરી લેતા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ, અતુલ સિંઘ, નાયબ પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જોશી, વિગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →