સમસ્યા:ચિત્તલ રોડ પરની પોસ્ટલ સોસાયટીમાં ગટરની સફાઈ ન થતા લોકો પરેશાન

Gujarat4/9/2026, 12:00:00 AM
અમરેલીના ચિત્તલ રોડ પોસ્ટલ સોસાયટીમાં બે દિવસ પૂર્વે ભૂગર્ભ ગટરનું ઢાંકણો તોડી જતા રહ્યા હતા અને ગટરની સફાઈ કરી ન હતી. ત્યારબાદ ગટરની સફાઈ કર્યા બાદ નવા ઢાંકણ ફીટ કરી દીધા હતા. જેના પગલે લોકોમાં રોષ ફેલાયો છે. આમ, રસ્તાની વચ્ચોવચ્ચ ઉભરાતી ગટરથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને માખી, મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. અમરેલીમાં ચિતલ રોડ પોસ્ટલ સોસાયટીમાં ગટર સફાઈ કર્યા વગર જુના ઢાંકણો તોડી નવા ફીટ કરી દેતા સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલીમાં ચિતલ રોડ પર પોસ્ટલ સોસાયટીમાં ભૂગર્ભ ગટર જામ થઈ ગય છે. અહીં સફાઈ કરવા એક માસ પૂર્વે માંગણી કરવામાં આવી હતી. અવારનવાર ટેલીફોન અને રૂબરૂ માંગ કરતા બે દિવસ પૂર્વે તંત્ર અહીં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા પહોંચ્યું હતું. અહીં ગટરના ઢાંકણ તોડી કામગીરી કરનાર કર્મચારીઓ મોટુ પ્રેશર મશીન જોશે તેવું કહી જતા રહ્યા હતા. ત્યારબાદ ગટરની સફાઈ તો કરવામાં આવી ન હતી. પરંતુ નવા ઢાંકણા લગાવી સંતોષ માની લેવામાં આવ્યો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે અહીં ભૂગર્ભ ગટરની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.
Read Original Article →