પ્રોપર્ટી કાર્ડ માટે લોકો પરેશાન:બગસરા ખાતે સીટી સર્વે ઓફિસ કર્મીઓ વિહોણી

Gujarat4/7/2026, 12:00:00 AM
બગસરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સીટી સર્વે ઓફિસમાં કોઈપણ કર્મચારીની નિમણૂંક ન થતાં લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. પ્રોપર્ટી સંબંધિત કામગીરીમાં હાલાકી વેઠવી પડે છે. પ્રોપર્ટી કાર્ડ મળતા નથી. ઓફિસમાં સ્ટાફના અભાવે લોકોના કામ અટકી ગયા છે. હાલમાં રજીસ્ટર ઓફિસમાં કોઈપણ મિલકત ખરીદી-વેચાણ માટે પ્રોપર્ટી કા઼ર્ડ અનિવાર્ય કરવામાં આવ્યું છે. જેના કારણે બગસરાના રહેવાસીઓ વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે. ઓફિસ બંધ જેવી સ્થિતિમાં હોવાને કારણે અરજદારોને નિરાશા સાથે પાછા ફરવું પડે છે. જેના પગલે સ્થાનિકોમાં રોષ છે. બગસરાની સીટી સર્વે કચેરીમાં લાંબા સમયથી કોઈ કર્મચારીની નિમણૂંક કરવામાં આવી નથી. જેના કારણે રોજિંદા કાર્યો અટકી ગયા છે અને નાગરિકોને આર્થિક તેમજ માનસિક તકલીફો સહન કરવી પડી રહી છે. બગસરાના સ્વામી વિવેકાનંદ સોસાયટીના રહેવાસી રમણિકભાઈ તળાવીયાએ આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરી હતી.
Read Original Article →