હવે રાજુલાથી તાલાલાની સીધી બસ મળશે:રાજુલાથી તાલાલા, રાજપીપળાની સીધી 2 નવી એસટી બસનો પ્રારંભ

Gujarat5/22/2026, 12:00:00 AM
ભાવનગર ડેપો દ્વારા શરૂ કરાયેલી ભાવનગર-તાલાલા બસ દરરોજ બપોરે 4:30 કલાકે રાજુલાથી ઉપડશે અને તાલાલા પહોંચશે. આ બસ સવારે 5:45 કલાકે તાલાલાથી ઉપડીને આંકોલવાડી, જામવાળા, ઉના થઈ રાજુલા આવશે. આ રૂટ પર અત્યાર સુધી સીધી બસ સુવિધા ન હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડતી હતી. અપ-ડાઉન કરતા લોકો માટે આ રૂટ આશીર્વાદરૂપ બનશે. બીજી તરફ રાજપીપળા ડેપોને કરાયેલી રજૂઆતને પણ સફળતા મળી છે. રાજુલા-રાજપીપળા નવી બસ બપોરે 12:45 કલાકે રાજુલાથી ઉપડીને મહુવા, ભાવનગર, તારાપુર ચોકડી, ડભોઈ, બોરસદ, થઈને રાજપીપળા પહોંચશે. આ સેવાથી સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાત અને આદિવાસી પટ્ટા સાથે સીધું જોડાણ મળ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે મુસાફરોની સુવિધા માટે મેં તંત્રને રજૂઆત કરી હતી. નિગમ દ્વારા ઝડપથી નિર્ણય લઈ બસ શરૂ કરવામાં આવી છે. રાજુલા ડેપો મેનેજર જોષીએ જણાવ્યું હતું કે મુસાફરોની આરામદાયક મુસાફરી માટે ભાવનગર અને પાલનપુર ડેપો દ્વારા આ રૂટ પર નવી વોલ્વો બસ પણ મુકવામાં આવી છે. તેમણે મુસાફરોને આ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
Read Original Article →