મેણા-ટોણા મારી પતિએ કરી મારપીટ:નીંગાળામાં પરિણીતાને સાસરિયાનો ત્રાસ: રાવ

Gujarat4/12/2026, 12:00:00 AM
રાજુલાના વિકટર ખાતે લેબર ક્વાર્ટર વિસ્તારમાં રહેતા ભારતીબેન ભાવેશ ભીલ (ઉ.વ.25)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 10 ઓક્ટોબર 2024થી આજદિન સુધી તેમના પતિ તથા સાસરીયા પક્ષના લોકો દ્વારા કરિયાવર બાબતે વારંવાર મેણા-ટોણા મારી હેરાન કરવામાં આવતી હતી. તેણીના પતિ ભાવેશ ભગવાનભાઈ ભીલ દ્વારા તેમને મારપીટ કરી ગાળો આપવામાં આવતી હતી અને દવા પીવડાવી દઈ મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉપરાંત સાસુ જીતુબેન, સસરા ભગવાનભાઈ ભીલ, જેઠ વિનુભાઈ ભીલ તથા જેઠાણી મધીબેન ભીલ સામે પણ ત્રાસ આપ્યાની રાવ કરવામાં આવી છે. સમગ્ર મામલે મહુવામાં રહેતી કૈલાશબેન બટુકભાઈ મકવાણાએ પતિને ભારતીબેનને છોડી દેવા માટે ઉશ્કેરણી કરી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. પોલીસે પતિ ભાવેશ ભગવાનભાઇ ભીલ, સાસુ જીતુબેન ભગવાનભાઈ ભીલ, સસરા ભગવાન નાનજીભાઇ ભીલ, જેઠ વિનુ ભગવાનભાઇ ભીલ, જેઠાણી મધીબેન વિનુભાઇ ભીલ અને મહુવાના કૈલાશબેન બટુકભાઇ મકવાણા વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
Read Original Article →