અકસ્માત:પિકઅપ વાનની ટક્કરે માતા અને પુત્ર ઘાયલ

Gujarat5/16/2026, 12:00:00 AM
રાજુલાના વિસળીયા ગામે ગીરનારી બાપુની મઢી નજીક પીકઅપ વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા માતા-પુત્ર ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિસળીયા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા હનુભાઈ વિરાભાઈ બાંભણીયા (ઉ.વ.28) ગઈ કાલે બપોરે આશરે 1:00 વાગ્યે તેમની માતા ગંગાબેન સાથે GJ-14-AQ-8493 નંબરના બાઇક પર મહુવાથી વિસળીયા ગામ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન વિસળીયા ગામે ગીરનારી બાપુની મઢી પાસે ગામની અંદર જવાના રસ્તા તરફ બાઇક વાળતા પાછળથી મહુવા તરફથી આવી રહેલી GJ-27-TF-3908 નંબરના વાહન ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી વાહન હંકારી બાઈકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં હનુભાઈને માથાના ભાગે તેમજ શરીરે નાની-મોટી ઇજાઓ અને છોલાણ થયા હતા. જ્યારે તેમની માતા ગંગાબેનને કપાળના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી છે. આ બનાવ અંગે રાજુલા પોલીસે GJ-27-TF-3908 નંબરના વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →