મોરારિબાપુ દ્વારા સરાહનીય કામગીરી:સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિવારને મોરારિબાપુ દ્વારા સહાય
બિહાર અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અકસ્માતે મૃત્યુ પામેલાના પરિવારને મોરારીબાપુએ સહાય અર્પણ કરી હતી. બિહારમાં નાલંદા વિસ્તારમાં આવેલા એક મંદિરમાં દર્શન કરવા આવેલ લોકોમાં ભાગદોડ મચી જતા 8 લોકોના મોત થયા હતા. તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. મોરારીબાપુએ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ મૃતકોના પરિવારને 15 હજારની સહાય કરી હતી. મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. મહુવા નજીક હાઈવે પર અકસ્માતમાં એક દંપતિ ખંડીત થયું હતું. જેમના પરિવારને પણ 15 હજારની સહાય મોકલવામાં આવશે. સિહોર પાસેના કાજાવદર ગામે ડમ્પરે બાઇકને અડફેટે લેતાં બે વ્યકિતના મોત નિપજયા હતા. ત્યારે તેમના પરિવારજનોને પણ 30 હજારની સહાય મોકલવામાં આવશે. તેમજ મહારાષ્ટ્રમાં નાસિકમાં એક કાર કુવામાં ખાબકી હતી અને તેમાં 9 લોકોનાં મોત થયા હતા. તેમના પરિવારજનોને પણ મોરારીબાપુએ 15 હજાર લેખે રૂપિયા 1,35,000ની સહાય અર્પણ કરવામાં આવશે . જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરાશે. તેમજ મોરારીબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
Read Original Article →