સંવાદ:રાજુલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ખાતે મોરારિબાપુએ ‎દર્દીઓને અપાતી સારવારની માહિતી મેળવી વાતચીત કરી‎

Gujarat6/5/2026, 12:00:00 AM
સંવાદ:રાજુલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ખાતે મોરારિબાપુએ ‎દર્દીઓને અપાતી સારવારની માહિતી મેળવી વાતચીત કરી‎
રાજુલામાં હાલમાં જ શરૂ થયેલી હોસ્પિટલમાં અચાનક કથાકાર મોરારીબાપુએ મુલાકાત કરી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં પહોંચ્યા હતા અને સારવાર લઇ રહેલા દર્દીઓની નજીક જઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. દર્દીઓ સાથે હળવી વાતચીત કરી તેમને હિંમત અને આશ્વાસન આપ્યું હતું. બાપુની આ સ્નેહભરી મુલાકાતથી દર્દીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. મુલાકાત દરમિયાન બાપુએ હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. હોસ્પિટલમાં આધુનિક સારવાર સાધનો, વધતી જતી તબીબી સુવિધાઓ અને અનુભવી સ્ટાફના કારણે રોજબરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. મોરારીબાપુની આ મુલાકાતમાં ચીમનભાઈ વાઘેલા, નિલેશભાઈ વાવડીયા, લવકુભાઈ વાળા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. રાજુલા, ખાંભા, જાફરાબાદ તાલુકાના રોજ 300થી 350 દર્દીઓ લાભ લઈ રહ્યા છે તાજેતરમાં લોકાર્પણ થયેલી આધુનિક હોસ્પિટલ રાજુલા, ખાંભા અને જાફરાબાદવસહિત ત્રણ તાલુકાના લોકોને ગુણવત્તાસભર આરોગ્યસેવાઓ પૂરી પાડી રહી છે. દરરોજ અંદાજે 300 થી 350 દર્દીઓ અહીં સારવારનો લાભ લઈ રહ્યા છે. આધુનિક મેડિકલ સાધનો અને વિસ્તરતી સારવાર સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલના લોકાર્પણમાં રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →