ભયનો માહોલ:મિતિયાળા ગામ 30 કલાકમાં ભૂકંપના 14 આંચકાથી ધ્રુજ્યું : રાત્રે વધુ 7 વખત કંપન
સાવરકુંડલા તાલુકાના વીરકાથાના મિતિયાળા પંથકમાં ધરતીના પેટાળમાં 10 કિ.મી ની ઊંડાઈ પર સતત હલચલ થઈ રહી છે જેને પગલે ભૂકંપના હળવા આંચકા આવી રહ્યા છે એક પખવાડિયા દરમિયાન બે વખત ભૂકંપ આવ્યા હતા ત્યારબાદ ગઈકાલથી ફરી એકવાર હળવા ભૂકંપનો ચાલુ થયો છે. ગઈકાલ રાતથી આજે સવાર દરમિયાન ભૂકંપના સાત આંચકા અનુભવાયા હતા ગઈકાલે પણ રાતના સમયે સાત આંચકા અનુભવાયા હતા આમ અહીં માત્ર 30 કલાકના ગાળામાં 14 વખત ધરતીકંપ આવ્યો હતો જો કે દરેક વખતે ધરતી કંપની માત્રા હળવી જોવા મળી હતી. રાત્રે 1:14 મીનીટે 3ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવ્યો હતો. બાદમાં રાત્રે 1.37 મીનીટ 1.1 ની તિવ્રતાનો, સવારે 8.58 મીનીટે આવ્યો 1.5 ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો મીતીયાળા સાથે ભાડ, વાંકિયા, ધજડી, સાકરપરા, ઈંગોરાળા સહિતના ગામોમાં આંચકાનો અનુભવ થયો હતો. ગાંધીનગર સિસમોલોજી વિભાગે ભૂકંપના આંચકાની પુષ્ટિ આપી હતી. મકાનોમાં તિરાડો પડવા માંડી !
મીતીયાળામાં સતત આવી રહેલા ધરતીકંપના કારણે કેટલાક મકાનોમાં તિરાડો પણ પડી રહી હોવાનું સ્થાનિક ગામ લોકો જણાવી રહ્યા છે. જોકે અહીં મોટી તીવ્રતાના આંચકા આવતા ન હોય કોઈ મોટું નુકસાન થઈ રહ્યું નથી.
Read Original Article →