ફરિયાદ:અમરેલીમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું
અમરેલી શહેરમાં રહેતી સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે યુવતીની માતાએ અમરેલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સગીરાના પરિવારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 22 માર્ચના રોજ સવારે 8 વાગ્યાના સમયગાળામાં ઉત્તર પ્રદેશનો રહેવાસી ગિર્જેશકુમાર ઉર્ફે હિમાંશુ ઉમેશ યાદવએ બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાંથી 16 વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યું હતું. યુવકે સગીરાનું અપહરણ કરી લેતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ ભાર ન મળતા આ અંગે સગીરાના પરિવારે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવથી શહેરમાં ભારે ચકચાર જાગી હતી.
Read Original Article →