ભરતી:અમરેલી તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક, રસોયા અને મદદનીશની ભરતી કરાશે
અમરેલી તાલુકા પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે વિવિધ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક-કમ-કુક, રસોયા અને મદદનીશની આવશ્યકતા છે. અમરેલી તાલુકાની નાના ગોખરવાળા પ્રાથમિક શાળા, મોટા માચીયાળા પ્રાથમિક શાળા, મેડી પ્રાથમિક શાળા, માલવણ પ્રાથમિક શાળા, રીકડી પ્રાથમિક શાળા, મેડી પ્રાથમિક શાળા, માલવણ પ્રાથમિક શાળા, રીકડીયા પ્રાથમિક શાળા ખાતે સંચાલક-કમ- કુકની આવશ્યકતા છે. જ્યારે બહારપરા કુમાર શાળા, કે.કે પારેખ પ્રાથમિક શાળા, કે.કે.પારેખ પ્રાથમિક શાળા, કાઠમા, ચાંદગઢ, ચક્કરગઢ, તરવડા, પાણીયા, ફતેપુર, મોટા માંડવડા, લાપાળીયા, શેડુભાર – પ્લોટ, સાંગાડેરી, નાના ગોખરવાળા પ્રાથમિક શાળા ખાતે રસોયાની આવશ્યકતા છે. જ્યારે ગુરૂકૃપા-૩ પ્રાથમિક શાળા અમરેલી, તરવડા પ્રાથમિક શાળા, દેવભૂમિ દેવળીયા પ્રાથમિક શાળા, મોટા માંડવડા પ્રાથમિક શાળા, લાપાળીયા પ્રાથમિક શાળા, લાલાવદર પ્રાથમિક શાળા, વરસડા પ્રાથમિક શાળા, શેડુભાર પ્લોટ પ્રાથમિક શાળા ખાતે મદદનીશની આવશ્યકતા છે. સંચાલક-કમ-કુક માટે ધોરણ. 10 પાસ શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી 20 વર્ષ અને 60 વર્ષની વચ્ચેની વય ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી કરી શકશે. 27 મે સુધી અમરેલી મામલતદાર કચેરી ખાતે અરજી કરી શકાશે.
Read Original Article →