અમરેલી પેરોલ-ફર્લો સ્ક્વોડની કાર્યવાહી:6 માસથી 9.60 લાખના હીરા લઈ છૂ થયેલો શખ્સ ઝડપાયો

Gujarat4/12/2026, 12:00:00 AM
અમરેલી પેરોલ-ફર્લો સ્ક્વોડની કાર્યવાહી:6 માસથી 9.60 લાખના હીરા લઈ છૂ થયેલો શખ્સ ઝડપાયો
સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપીને અમરેલી જિલ્લા પેરોલ-ફર્લો સ્ક્વોર્ડે દાડમા ગામેથી ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિર્દેશક, ગુજરાત રાજ્યના આદેશ મુજબ તા. 7 થી 21 એપ્રિલ દરમિયાન નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે અમરેલી પોલીસ વડા સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલી પેરોલ-ફર્લો સ્ક્વોડની તપાસ દરમિયાન સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી સુરેશ ભીખાભાઈ ધાનાણી (ઉ.વ. 57) છ મહિના અગાઉ એક વેપારી પાસેથી રૂપિયા 9.60 લાખના હીરા ખરીદી ચૂકવણી ન કરી હીરા લઈ રફુચક્કર થઈ ગયો હતો. જેને ગઈ કાલે લીલીયા તાલુકાના દાડમા ગામથી પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે લિલિયા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Read Original Article →