પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ લાંબી કતારો:વડિયામાં પેટ્રોલ પંપો પર ડીઝલની ભારે અછતથી જગતનો તાત લાચાર

Gujarat5/21/2026, 12:00:00 AM
પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ લાંબી કતારો:વડિયામાં પેટ્રોલ પંપો પર ડીઝલની ભારે અછતથી જગતનો તાત લાચાર
સીઝન ટાણે જ વડીયા પંથકમાં ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં ફસાયા છે. એક તરફ આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા છે અને બીજી તરફ ટ્રેક્ટરોમાં નાખવા માટે ડીઝલ ખૂટી પડતાં સીઝન ટાણે જ સુકન બગડ્યા જેવો ઘાટ સર્જાયો છે. વડીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી ડીઝલ મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ પંપો પર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ખેડૂતો પોતાના ટ્રેક્ટરો અને કેન,બેરલો લઈને આખી રાત પેટ્રોલ પંપો પર જ વાસો કરવા મજબૂર બન્યા છે. કલાકો સુધી તડકામાં ઊભા રહ્યા બાદ પણ ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહ્યો નથી. અહીં રૂપિયા 1500નું ડીઝલ આપવામાં આવે છે.
Read Original Article →