કાર્યવાહી:ચલાલા વિસ્તારમાંથી કન્ટેનરમાંથી કટીંગ કરે તે પહેલાં રૂા. 26 લાખનો દારૂ ઝડપાયો

Gujarat5/22/2026, 12:00:00 AM
કાર્યવાહી:ચલાલા વિસ્તારમાંથી કન્ટેનરમાંથી કટીંગ કરે તે પહેલાં રૂા. 26 લાખનો દારૂ ઝડપાયો
ધારીના ચલાલા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મધ્યરાત્રિએ વિદેશી દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી કરી હતી. ટ્રકના કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે SOGની ટીમે માણાવાવ સીમ વિસ્તારમાં દરોડો પાડી દારૂનું કટીંગ કરે તે પહેલાંજ લાખોના મુદામાલ કબ્જે કર્યો હતો. ધારીના માણાવાવ આંબરડી રોડ પર માંડણ મામાની જગ્યા વાળા રસ્તે વાડીમાં દારૂ ભરેલું કન્ટેનર પહોંચ્યું હોવાની SOG ને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કબજે કરી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ શખ્સની ઓળખ જયરાજ વાળા તરીકે થઈ છે. જ્યારે અન્ય બે વાહનચાલકો અને બે અજાણ્યા શખ્સોની શોધખોળ પોલીસે શરૂ કરી છે. પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી અંદાજે રૂપિયા 25 લાખ 97 હજાર 580નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ઉપરાંત ટ્રક, બોલેરો સહિત કુલ રૂપિયા 46 લાખ 52 હજાર 580નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો અન્ય જિલ્લામાં સપ્લાય કરવા માટે લઈ જવાતો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
Read Original Article →