જાહેરનામું:અમરેલીમાં ARTOમાં અનઅધિકૃત્ત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો

Gujarat5/16/2026, 12:00:00 AM
અમરેલી સ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વ્યાજબી કામ સિવાય આવેલા તમામ અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી, જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલા ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે આ હુકમ ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે તથા તે સજાપાત્ર ઠરશે. આ હુકમ અન્વયે ફરજ પરનાર સહાયક મોટર વાહન નિરીક્ષક (વર્ગ-3) કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા એ.આર.ટી.ઓ કચેરીના કર્મચારી તથા જિલ્લાના કોઈ પણ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઈસમ સામે ફરિયાદ માંડવા માટે અધિકૃત્ત કરવામાં આવે છે. આ હુકમ તા. 10.07.26 સુધી અમલી રહેશે.
Read Original Article →