LCBની કાર્યવાહી:રાજકોટમાં બે ગુનામાં ફરાર શખ્સને હિંડોરણામાંથી LCBએ દબોચી લીધો
\અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહત્વની કામગીરી હાથ ધરી રાજકોટ શહેરના બે અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી કાયદેસરની ધરપકડથી બચવા માટે નાસતા ફરતા આરોપીઓને શોધી ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેની તપાસ દરમિયાન અમરેલી એલસીબી પીઆઈ સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર સુનીલ વિનુભાઈ સોલંકી (ઉ.વ. 26) ને રાજુલા તાલુકાના હિંડોરણા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ શખ્સ મૂળ વડીયા તાલુકાના મોટા ઉજળા ગામનો રહીશ છે અને હાલ રાજુલા તાલુકાના હિંડોરણા ગામે પેટ્રોલપંપ પાછળ રહેતો હતો.
Read Original Article →