જાફરાબાદ રિઝર્વ ફોરેસ્ટ જમીન વિવાદ:MLA હીરા સોલંકીએ વનમંત્રીને પત્ર લખી ખુલાસો માંગ્યો; 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ ખાનગી કંપનીને આપવાની હિલચાલ મુદ્દે રોષ

Gujarat5/12/2026, 4:59:51 AM
જાફરાબાદ રિઝર્વ ફોરેસ્ટ જમીન વિવાદ:MLA હીરા સોલંકીએ વનમંત્રીને પત્ર લખી ખુલાસો માંગ્યો; 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ ખાનગી કંપનીને આપવાની હિલચાલ મુદ્દે રોષ
એક તરફ ગુજરાત સરકાર એશિયાટિક લાયન્સના સંવર્ધન માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહોના 'ઘર' ગણાતી અનામત જંગલની જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે સોંપી દેવાની હિલચાલ શરૂ થતા ભારે રોષ વ્યાપ્યો છે. આ મુદ્દે ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રીને પત્ર લખી ખુલાસો માંગતા રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય હીરા સોલંકીનો વનમંત્રીને પત્ર રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, જો દરિયાઈ પટ્ટીની આ રિઝર્વ જમીન માઇનિંગ માટે અપાશે તો વન્યપ્રાણીઓનું અસ્તિત્વ જોખમાશે. જે પ્રોજેક્ટને અગાઉના અધિકારીઓએ નકારી કાઢ્યા હતા, તેમાં અત્યારે અચાનક હકારાત્મક અભિપ્રાય કેમ આપવામાં આવ્યો? તેમણે આ મામલે તાત્કાલિક ખુલાસો કરવાની માગ કરી છે. આ વિવાદ મુદ્દે અગાઉ વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, અમારા ધ્યાને આવી કોઈ દરખાસ્ત આવી નથી. અમે કોઈ પણ રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગની મંજૂરી આપવાના નથી. મુખ્ય વિવાદ: 12 વર્ષથી જે દરખાસ્ત નામંજૂર થતી હતી તેને 'લીલી ઝંડી'? બાબરકોટ પાસે આવેલા ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળના અનામત જંગલની અંદાજે 75 હેક્ટર કિંમતી જમીન પર એક ખાનગી કંપની છેલ્લા 12 વર્ષથી મીટ માંડીને બેઠી છે. સિંહો અને પર્યાવરણ પર તોળાતું જોખમ વન વિભાગના જ આંકડાઓ આ વિસ્તારની ગંભીરતા દર્શાવે છે: સ્થાનિકો અને સિંહપ્રેમીઓમાં આક્રોશ બાબરકોટના સરપંચ પ્રતિનિધિ અનક સાંખટ અને સિંહપ્રેમી મયંક ભટ્ટે પણ આ અગાઉ આક્ષેપ કરી ચૂક્યા છે કે, અધિકારીઓ કંપની સાથે મળીને "વિસ્તારમાં સિંહ નથી" તેવો ખોટો રિપોર્ટ આપી રહ્યા છે. જો સરકાર આ નિર્ણય પર રોક નહીં લગાવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એક બાજુ 'સેવ લાયન'ના નારા અને બીજી બાજુ સિંહોના કોરિડોરમાં જ માઇનિંગની હિલચાલ - સરકારની આ બેવડી નીતિ સામે સોશિયલ મીડિયામાં પણ 'વિરોધનો વંટોળ' શરૂ થયો છે. હવે જોવાનું એ રહેશે કે વન વિભાગ ઉદ્યોગપતિઓના હિતને પ્રાધાન્ય આપે છે કે ગુજરાતની શાન સમાન સિંહોને.
Read Original Article →