માંગણી:સાવરકુંડલા BLOની માહિતી 10 દિ'માં વિનામૂલ્યે આપવી : માહિતી આયોગ
સાવરકુંડલા શહેરની ગત ચૂંટણીઓ સમયનાં BLOની કામગીરી બાબતમાં તંત્ર દ્વારા માહિતી છુપાવી કર્મચારીને છાવરવા હવે તંત્ર માટે મુશ્કેલ બની રહીછે. સાવરકુંડલાના જાગૃત નાગરિક અને અરજદાર ગોપાલભાઈ કાચાએ RTI હેઠળ એક BLOની કામગીરીની માહિતીના દસ્તાવેજોની આર.ટી.આઈ. દ્વારા માહીતી માંગીને માંગણી કરાઇ હતી. જોકે સ્થાનિક જાહેર માહિતી અધિકારી દ્વારા તથા પ્રથમ અપીલ અધિકારી દ્વારા સંતોષકારક પ્રતિસાદ ન આવતાં જે તે સમયના BLOની અધુરી કામગીરી છાવરતા હતાં. સાવરકુંડલાના જાગૃત નાગરિકને માહીતી અધિકારી મુજબ બી.એલ.ઓ.ની માહીતી આપવામાં ન આવતા આ મામલે તેમને ગાંધીનગર ખાતે માહિતી આયોગ સુધી પહોંચાડ્યો હતો. માહિતી આયોગે BLOની માહિતી બાબતે કરેલ અરજી નંબર અ 773-2026ની સુનાવણી દરમ્યાન અરજદાર ગોપાલભાઈ કાચા દ્વારા ધારદાર ન્યાયિક રજૂઆતો કરતાં જણાવ્યું હતું કે BLOની કામગીરી પારદર્શક હોય અને જાહેર હિતનો વિષય છે. કોઈ એક BLOની માહિતી જાહેર હિત જ ગણાય. કેમકે BLOની કામગીરી જે તે વિસ્તારની પારદર્શિતા હોય, તેને છુપાવી શકાય નહી. અને BLOની અંગત માહિતી ગણી શકાય નહી. મામલતદાર કચેરીના પ્રતિનિધી દ્વારા RTI અને ત્યારબાદ પ્રથમ અપીલ નકારી કાઢી નાંખવામા આવેલ. માહીતી આયોગે આ બાબત ને ગંભીરતાથી લઈ દિવસ 10મા અરજદારને તમામ માહિતી વિનામૂલ્યે આપવા માટે હુકમ કરાયો હતો.
Read Original Article →