ભાસ્કર એનાલિસિસ:અમરેલી પાલિકામાં વોર્ડ નં. 8માં સૌથી વધુ 12,812 અને સૌથી ઓછી વોર્ડ નંબર 7માં 9,623ની વસતિ
ભાસ્કર ન્યૂઝ| અમરેલી અમરેલી નગરપાલિકાની ચૂંટણી માટેના ઢોલ વાગી ચુક્યા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગય છે. પાલિકાના 11 વોર્ડ પૈકી વોર્ડ નંબર 8માં સૌથી વધુ મતદારો છે. જ્યારે વોર્ડ નંબર 7માં સૌથી ઓછા મતદારો છે. કુલ 44માંથી 24 બેઠક અનામત છે. અમરેલી નગરપાલિકા માટે કુલ 79439 મતદારો મતદાન કરશે. આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. અમરેલી નગરપાલિકામાં સીધે સીધો જ ત્રીપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ફાઈનલ કરી લીધા છે અને આવનારા બે દિવસમાં આ ત્રણ મુખ્ય પક્ષોના ઉમેદવારો ફોર્મ ભરવાનું શરૂ કરી દેશે. અમરેલી નગરપાલિકાના 11 વોર્ડ પૈકી 8 વોર્ડ એવા છે. જેમાં 10 હજાર કરતા વધુ વસતિ છે. જ્યારે ત્રણ વોર્ડમાં વસતિની સંખ્યા 10 હજાર કરતા નીચે છે. વોર્ડ નંબર 8માં સૌથી વધુ 12812 વસતિ છે. જ્યારે વોર્ડ નંબર 7માં સૌથી ઓછી 9623 વસતિ છે. વોર્ડ 5 પણ પ્રમાણમાં ઘણો મોટો છે. જ્યા 11747 વસતિ છે. નગરપાલિકાની 44 બેઠકો પૈકી 22 બેઠકો સીધે સીધી જ મહિલા અનામત રાખવામાં આવી છે. અનુસુચિત જાતિની બે બેઠક અનામત છે. જે પૈકી એક સ્ત્રી અનામત છે. અનુસુચિત આદી જાતિની એક બેઠક રહેશે. જે સ્ત્રી અનામત છે. જ્યારે પછાત વર્ગની 4 બેઠક અનામત છે. જે પૈકી બે બેઠક સ્ત્રી અનામત રહેશે. આમ 44માંથી કુલ 26 બેઠક અનામત રહેશે. જ્યારે 18 બેઠક સામાન્ય રહેશે. 11 વોર્ડમાં સરેરાશ 10724 મતદારો જોવા મળી રહ્યા છે. અમરેલી નગરપાલિકાની ચૂંટણી માટે ત્રણેય પક્ષોએ સેન્સ લેવાની પ્રક્રિયા ગઈકાલે જ પૂર્ણ કરી લીધી હતી. કોંગ્રેસે પાછળથી કોઈ ઉથલપાથલ ન થાય તે માટે બીજી વખત પણ સેન્સ લીધી હતી. નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં લોકોને પીડા આપતા ખરાબ રસ્તા, સફાઈનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન ઉપરાંત પાછલા સમયમાં થયેલા વિકાસ કામો વિગેરે મુખ્ય મુદ્દા રહેશે. આ બેઠક અનામત રહેશે
વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 9ની એક- એક બેઠક અનુસુચિત જાતિ માટે અનામત રખાય છે. જેમાં વોર્ડ નંબર 9ની બેઠક મહિલા અનામત પણ છે. વોર્ડ નંબર 4ની એક બેઠક અનુસુચિત આદિ જાતિ માટે અનામત છે. વોર્ડ નંબર 4, 7, 8 અને 10ની એક એક બેઠક પછાતવર્ગ માટે અનામત રખાય છે.
Read Original Article →